Sunday, 9 April 2017

ગઝલ

હાલ દોડી આવું પાસે,જીદ તો કર,
ઓય.... શાને આમ નાસે?જીદ તો કર.

કોયલે કેવાં કર્યા મીઠાં ટહુકા !
એ ભરી લાવું હું શ્વાસે,જીદ તો કર.

એ બહાનાં શોધવા ક્યાંથી મિલનના,
હું મળીશ વિના પ્રયાસે,જીદ તો કર.

મંદ એવું હાસ્ય વેરે લુચ્ચું તો શું?
આવું ના રમવા હું રાસે,જીદ તો કર

પંખ લાગ્યા છે હવે ઉડવાને એવાં,
જાઉ ના હું નભ પ્રવાસે,જીદ તો કર.

પૂર્ણિમા ભટ્ટ 'તૃષા'

No comments:

Post a Comment