Sunday, 9 April 2017

ગઝલ

મને મારો પરિચય તો તમે આપો
ને મારી હસ્તિનો લય તો તમે આપો,

બહેકે સૌ નશામાં આ ગઝલ વાંચી
શબદનું એ સુરાલય તો તમે આપો,

પ્રણયમાં તો પુરાવા ક્યાં જરૂરી પણ,
વફાને મારી સંશય તો તમે આપો

અપેક્ષા ક્યાં અનોખા ફાગણી રંગે,
ગુલાલી ક્ષણનું વિસ્મય તો તમે આપો,

રહ્યાં પડઘા ચીસોનાં ખીણની ધારે,
વચન, લઇ હાથ, નિર્ભય તો તમે આપો,

ખુલે છે સાતમું પાતાળ ભીતરમાં,
પલાણુ કેડીએ હય તો તમે આપો,

જીવનમાં હાર બેસી રહી પલાંઠીમાં,
એ સમ ખાવા ક્ષણિક જય તો તમે આપો

પૂર્ણિમા ભટ્ટ "તૃષા"

No comments:

Post a Comment