વિચારો ને મારા વર્તનમાં લાવવા છે
કોરી આંખમાં મારે સપના વાવવા છે
કરવું છે એવું ડોકિયું સૌની ઉદાસ આંખમાં
મારે પછી ત્યાં ખુશીઓના તોરણ બાંધવા છે
સબંધો એકેય ઉપરછલ્લા નથી રાખવા
મારે અંતરની લાગણીથી એને વધાવવા છે
પ્રેમને બદલે પૈસો ચાલતો થયો છે જગમાં
મારે ત્યાં ફરી પ્રેમ ના પુષ્પો ખીલવવા છે
મરવા પડી માણસાઈ ને નેકી ટેકી જ્યાં
મારે ત્યાં વીણી વીણીને પ્રમાણિકો ને પૂજવા છે
કહે સતીષ મળ્યો માનવ દેહ એનાથી
મારે સહુના ચહેરા પર સ્મિત સજાવવા છે
- સતીષ સખીયા
No comments:
Post a Comment