Wednesday, 19 April 2017

ગઝલ

વાલમ મારા સાંભળ તું, સપ્તપદીનું સાતમુ પગલું હું.
છય વચનોમાં આગળ તું, સપ્તપદીનું સાતમુ પગલું હું.

તારી મારી ચાહતનું ગળપણ આલેખું છું શબ્દોમાં,
હું સ્યાહી ને કાગળ તું, સપ્તપદીનું સાતમુ પગલું હું.

આશાઓની ઝોળી લઇ આવી ઊભી તારા આંગણમાં,
સાચવજે મુજ પાલવ તું, સપ્તપદીનું સાતમુ પગલું હું.

આભે રાખ્યો પોતાનો તારો, તું માણીગર છે મારો,
આ શ્રદ્ધાને જાળવ તું, સપ્તપદીનું સાતમુ પગલું હું.

-શીતલ ગઢવી"શગ"

No comments:

Post a Comment