ભક્તિના નામે હવે ઈશ્વર ડરે.
માનતા જ્યાં ભક્ત પણ એવી કરે.
અંધશ્રદ્ધાનો કોઈ તોટો નથી;
રામ નામે પથ્થરો ક્યાં ક્યાં તરે?
સ્પર્શ ત્યાં સંજીવનીનો ના ફળે;
જીવતી જ્યાં લાશ લઈ માણસ ફરે.
બ્રહ્મચારી કોઈ ઈચ્છા ના રહે;
મેનકા થઈ ચૈન જો સૌને વરે.
તું બની સર્જક અમર ક્યાં થઈ ગયો;
થઈ નિરાશા રોજ તું હૈયે મરે.
-સર્જક
(મોરબી જીલ્લા સાહિત્ય વર્તુળ)
No comments:
Post a Comment