Wednesday, 19 April 2017

અચાંદસ

ઓય કાન....
ઉભો રહે જરા..
ક્યાં જાય છે દોડી..
ગોપીઓ ને છોડી.....
તું રાધા પાછળ ઘેલો...
ગોપીઓ તારી પાછળ ઘેલી,
આમ ના તારછોડીસ...

ઓય કાન....
તું વાંસળી વગાડે રાધા માટે,
ને ગોપીઓ આવે દોડી,
ઘરબાર છોડી.....

ઓય કાન....
એવું ના ચાલે,
ઉભો રહે જરા,
ગોપીઓ તને જોવા તરસી...
તે એને તરછોડી,
એટલેજ રાધા નહીં મળી...
એટલે જ રાધા...
એટલે જ.....

        શ્યામા" જયશ્રી...

No comments:

Post a Comment