ગીત
ગરમી ગરમી તૌબા તૌબા,
હાલ થયા બેહાલ
પિન્કીના પપ્પા લઈ ચાલો,
અમને નૈનિતાલ !
પરસેવો તો ખૂબ વળે છે,
ગરમી મૂઈ સતાવે.
રાતે ફરતો પંખો તોયે,
અમને ઊંઘ ન આવે.
ઓફિસેથી રજા લઈ લો,
ટિકિટ કઢાવો તત્કાલ !
પર્વત શિખરે કેવાં વાદળ,
હસતાં-રમતાં-ફરતાં.
પંખી કલબલ કરતાં મારી,
આંખોમાં તરવરતાં !
સપનામાં દેખાય અમને,
જોવા જેવા તાલ !
ઝીલ -સરોવર લાગે સુંદર,
કલકલ ઝરણાં વહેતાં.
સંધ્યાના રંગ -બેરંગી રંગો,
ભાગમ ભાગી કરતા !
નજરુંથી જોવા છે અમને ,
ચીલ નામના ઝાડ !
પિન્કીના પપ્પા લઈ ચાલો,
અમને નૈનિતાલ !
***
-'કાન્ત
Wednesday, 5 April 2017
ગીત
Labels:
ભાટિયા કાન્ત
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment