Wednesday, 5 April 2017

અછાંદસ

-: સાંજ :-

સમયના વૃક્ષે ટીંગાતી
ક્ષણોની સચ્ચાઈ
શમણાંએ કરેલ પક્ષપાતની
નિંદા કરે છે ..
તો જીવવાની દુવિધા
આંખેથી ઊંઘ ઉડાડી દે છે ,
ને સપના જોવાની ઈચ્છાઓ ને
ફરી જીવંત કરી દે છે. ..
શૂન્યતાથી લથબથ
હાથમાં હાથ લઈ
ઉદાસીને શરમાવતી
વીતે છે આખી જિંદગીની
એક પછી એક
એકલી સાંજ

હેમશીલા માહેશ્વરી "શીલ"

No comments:

Post a Comment