Tuesday, 11 April 2017

ગઝલ

જીત તો મારા ઈરાદાની હતી,
બાકી તલવાર તો લાકડાની હતી.

શૂં નથી મળતું આ જમાનામાં,
ખોટ ખાલી તમારી 'હા' ની હતી.

આ તો સારૂ થયુ કે જોઈ લીધું મેં દર્પણ,
બાકી ઈચ્છાતો દુનિયાને બદલવાની હતી.

કયારે જોઈ તી' જિંદગીને 'દિપક',
તારે તારીખ યાદ રાખવાની હતી.
- દિપક ઠાકર

No comments:

Post a Comment