ભાઈ હું sorry માં એવો ફસાયો,
જેમ કાગળ પણ કોરો લખાયો.
હૈયાને તોડી મરોડીને લોકો
રમે છે મોટપના ખેલ,
કોયલને જોઈને કાગડાને કહેતા
તારું ગાવાનું સાઈડમાં મેલ,
સીધોને સાદો મારો કાગડો દઝાયો.
ભાઈ હું sorry માં.....
સુંદર સુંદર સૌને મોરલાઓ ગમતા,
છતાં આંખે ચડાવે છે રૂપાળી ઢેલ,
બોલે કે ટહુકાઓ સરખા છે સૌના
તોયે વાસંતી આગમને બીજા છે ફેલ
ધગતા ઉનાળે હું આખો ભીંજાયો
ભાઈ હું sorry માં...........
બોલી નાખોને વાલા ઘરની છે ખેતી,
ભલે મનમાં તો હોય કાળોતરો મેલ,
હૈયું દુભાય એમાં મોટી શી વાત
આ છે જીવતાને જીવવામાં પડતી ખલેલ,
હું તો મારાને મારા જ હાથે ઘવાયો,
ભાઈ હું sorry માં ......
હાર્દિક પંડ્યા 'હાર્દ'
No comments:
Post a Comment