હોઠ પર હાસ્યની સદા રેલમછેલ છે,
આંખમાં જુઑ બારેય માસ રેલ છે.
સવાલો દુનિયાના આ જીરવવા મુશ્કેલ છે,
અંદર કયાક કશુંક વર્ષોથી અટકેલ છે.
ચાલ આજે શીખવાડું રમત હું પ્રેમની,
હાથે કરીને ખુદને હારવાનો ખેલ છે.
બીજેતો કયાં જઈને રહેતે તમારી યાદ,
મારા દિલમાં ઍમનો પોતીકો મહેલ છે.
આંસુઑ વહે તો ઉજળી થાય જરા,
આત્મા પર જામેલો સદીઑનો મેલ છે.
- દિપક ઠાકર
No comments:
Post a Comment