ભલે રોતી રહે ભીતર અમારા નયન ની ચાદર ,
છતાં પ્યારું હસે કાયમ અમારા વદન ની ચાદર .
પગે ઓઢું તો મોં ખૂલ્લું , મુખે ઓઢું તો પગ ખૂલ્લા ,
ખુદા તેં કેવી આપી છે મને આ જીવન ની ચાદર .
છે ફાટેલી ને તૂટેલી ઘણી દુર્ગંધ થી લથપથ ,
ખુદા આ ક્યાં સુધી ઓઢી ફરીશું બદન ની ચાદર .
હવે ઉઠી ને ક્યાં જાઉં હું મંઝિલ ની તલાશ માં ,
બધા રસ્તે પથરાઈ ને પડી છે પતન ની ચાદર .
જગત નાં સુખ ને ખાતર ફના હું થઇ ગયો "ચાતક"
છતાંયે લાશ ને મારી મળી નાં કફન ની ચાદર .
શ્રી ગફુલ રબારી બારેજા .
No comments:
Post a Comment