Monday, 17 April 2017

ગઝલ

છંદ ગાગા 8

સમજો હૈયાની આ વાતો ;
ગમથી મારો જૂનો નાતો ;

આવે જ્યારે યાદો તારી;
મનમાં પ્રિયતમ હું હરખાતો;

જોઇ હસી તારા હોઠોની ;
સઘળા દર્દો ભૂલી જાતો;

તારી આંખોનાં કાજળમાં ;
સાજણ કાયમ હું ખોવાતો;

પ્રેમ અપાર "શરદ"નાં દિલમાં ;
બસ તમને કે'તા શરમાતો..

શરદ સેતા

No comments:

Post a Comment