Monday, 17 April 2017

ગઝલ

પતંગિયાની પાંખે વેહતી વસંતની સવારી
ફૂલોના વૈભવથી છલકે ઉપવન કેરી ક્યારી
કૂણાં રતૂંબડા પર્ણોથી લચોલચ છે દ્રુમડાળી
ઊરે  ઊમટે   અઢળક  નૂતનતાઓ  ન્યારી
નવપલ્લવિત પુષ્પોની, કરી  પ્રભૂએ લ્હાણી
ફૂલો પર ફેંકી  જાણે   મેઘધનુષી પિચકારી
પર્ણો સોંસરવો વહી રહ્યો મીઠો મધૂર સમીર
લાગે જાણે ક્રુષ્ણે એની વાંસળીમાં ફૂંક  મારી
કોયલના ટહુકાથી  ગુંજે મન  કેરી  વનરાઈ
પંખીના  કલરવમાં વાતો વસંત કેરી પ્યારી
નભ  કેરે  અંગણીયે આવી ઉષા કામણગારી
પુષ્પો કેરી ઓઢણી  ઝાકળબિંદુએ શણગારી
                              -કિરણ જોગીદા

No comments:

Post a Comment