સાંભળો છો પપ્પા....!!!
હું પીયરમાં પાંગરેલ લાગણીની વેલ
તમ્મારે મોભારે ચડવાને જ ઉગેલ
ન્હોતી ખબર આ દુનિયાની રીત
કે મને પરઘેર ખીલવવાને જ વાવેલ
મૂળ મારા તમઘેર ને ખીલુ હું પરઘેર
સિંચન તમારુ ને સુવાસ ઠેરઠેર
ખીલવુ હું આંગણ સાસરીનુ એમ
જેમ ઉનાળે ખીલતી રહે બોગનવેલ
જાણુ ના જીવતરનો કેવો આ ખેલ
છાંયડા વિનાનો રહે જેણે ઉગાડેલ
-કિરણ જોગીદાસ"રોશન"
No comments:
Post a Comment