"ક્યાં સુધી?"
ભીતરે રોજ એક નવી ઘટના ઉભરાતી રહે,
ક્યાં સુધી લડતાં રહેવું એવા ગ્રહ સામે?
ધબકતી ઋચાઓ જ સામે આવી શ્વસાતી રહે,
ક્યાં સુધી હાંફતા રહેવું એવા વિગ્રહ સામે?
છલના ઘણી છે જાત સાથે, કે છેતરાતી રહે,
ક્યાં સુધી નમતા રહેવું એવા આગ્રહ સામે?
સંબંધોના નામે જાત છો ને વેચાતી રહે,
ક્યાં સુધી ઘસાતા રહેવું એવા હઠાગ્રહ સામે?
વેદના,અશ્રુ,પીડાથી આંખો ભલે અકળાતી રહે,
ક્યાં સુધી હસતા રહેવું એવા દુરાગ્રહ સામે?
-જીગીષા'રાજ'
No comments:
Post a Comment