Sunday, 9 April 2017

ગઝલ

માંહ્યલે  જળ  વાદળી  અડતી  રહી,
ચૌદિશે    શરણાઈ     બજતી    રહી.

બે  ય  કીકી  વાવણી   કરતી    રહી,
પળ  ઉમળકે  આશમાં  વધતી  રહી.

ડાળ  ડાળે    કોકિલા  ગાતી    સખે,
ફૂલ   શી   અંબોલડે   મલકી   રહી.
                 * Neeshi *           
આભ    અષાઢી    મહીં    પારેવડી,
સાચવીને   શિશુ પણું  જણતી રહી.

આ  ગઝલ ને શબ્દ  વરણાગી થતાં,
સાંધ્યકાળે   પ્રેમલિપિ  રચતી   રહી.

નેણલાં   ઝોલે    ચઢ્યા    સાહેલડી,
કોમળા  અક્ષરે  સજન  લખતી  રહી.

રાત માઝમ જંપ  ક્યાથી હોય પળ,
હું ય પગલી  મીણ સમ બળતી રહી.
Dt : 8/4/2017   **   નિશિ  **

No comments:

Post a Comment