સીધો સાદો થઈને બેઠો લોકો માથે છાણાં થાપે,
હાજી હાજી સૌને કેતો લોકો માથે છાણાં થાપે.
બુદ્ધિ તારી ચોરી થઈ ગઈ એવું સમજુ લોકો માને,
અણસમજુ થઈ સમજણ લેતો લોકો માથે છાણાં થાપે.
તારી વાતો સમજ્યા જેવી મારો કક્કો આખો સાચો,
બાળક તારા હૈયે પેઠો, લોકો માથે છાણાં થાપે.
લોકો તારી વાતો કરતા, તારા નામે ફતવા કરતા,
તો પણ હૈયે સાગર રે'તો,લોકો માથે છાણાં થાપે.
ઘરને બાળી દિવસ કરતો, અંધારાને સામે પડતો
માગ્યા કરતા બમણું દેતો લોકો માથે છાણાં થાપે.
હાર્દિક પંડ્યા 'હાર્દ'
No comments:
Post a Comment