પ્રેમ તુજથી મને જો થવા લાગશે,
યાદ તારી મને શ્રી સવા લાગશે.
એમના આગમન વિષયમાં શું કહું?
આવશે પળમાં, પળમાં જવા લાગશે.
કોઇ દિ હકીકતમાં કરી જોજો પ્રણય,
ના થયું હોય એવું થવા લાગશે.
હૃદય દુઃખે કદી, રોઇ જોવું જરા,
આ અશ્રુઓ સદાયે દવા લાગશે.
ભીડમાં ના રહો એમ "જયલા"સદા,
આ જમાનાની તુજને હવા લાગશે.
@@"જયલા"@@
No comments:
Post a Comment