Wednesday, 5 April 2017

અછાંદસ

દિકરી વૃધ્ધાશ્રમની મુલાકાત લઇ આવી, ને એ વડિલોનું વર્ણન કર્યું પછી લખાયેલું અછાંદસ.

આજે ય ડોશીને દિકરીના ઘેર જાવું છે,
શીરોપુરી ખાવા છે ,
તાજુંમાજું થાવું છે ,
પણ હવે નથી રહ્યાં જંગલ,
સિંહ, વાઘ, દિપડા અને રિંછ જેવા હિંસક પ્રાણીઓ,
જે એને દિકરીના ઘરે જવા દેવા જેટલી મહેરબાની તો રાખે !
આજે એણે વટાવવાના છે
ઘરમા ચણાયેલા કોંક્રિટના જંગલ
અને
એ જંગલનો રાજા..
જેને એણે ખુદ ધવડાવીને ઉછેર્યો છે.
ને
જેને આવકારવા
બે ચાર અજન્મા દિકરીઓનુ એબોર્શન પણ કરાવ્યું છે !!

નેહા પુરોહિત

No comments:

Post a Comment