Wednesday, 5 April 2017

ગઝલ

હદયમાં ઉચાપત તમારે લીધે છે
ગઝલની નજાકત તમારે લીધે છે

ન મારી મચેડી,મુકી છે, ગઝલ ને
સભામાં જમાવટ તમારે લીધે છે

તમે છો નયનમાં,વિરહમાં,દુઆમાં
અમારી ખુશામત તમારે લીધે છે

તમે તો કહો છો અમે તો ભુલકણા
હવે આ જ આદત તમારે લીધે છે

હવે પુષ્પ સાથે ગમે છે મહેંકવુ,
ચમનની વસાહત તમારે લીધે છે

ધરા છે,ગગન છે,પવન,તેજ,પાણી,
બધી બાદશાહત તમારે લીધે છે

કહે કોઇ પાગલ,ગઝલકાર,પ્રેમી
બધો યે તફાવત તમારે લીધે છે.

...વર્ષા પ્રજાપતિ ઝરમર

No comments:

Post a Comment