આજ મારા પ્રણયની અસર બેઅસર,
ક્યાંક તો છે હવે આ વફાની કસર,
મૃત્યુની રાહમાં છું કદી આવશે,
લાગતી હોય યમદૂત જેવી નજર,
ખૂટતાં શ્વાસ ને તૂટતી નાડ છે,
ને મહીં છે તમારી જ યાદો અમર,
પ્રેમથી આ હૃદય છે ચમન ખીલતું,
આજ છે તો અહીં ફક્ત ઉજ્જડ અસર,
ભાગ્યનો ઘૂઘવે આજ દરિયો હવે,
ડૂબતી નાવ જેવી થઇ છે સફર,
છે 'અકલ્પિત' મને બોજ જીવન હવે,
જ્યાં વિરહ વેદના લાગતી થઇ પ્રખર.
*- ભાવિન દેસાઈ 'અકલ્પિત'*
Wednesday, 19 April 2017
ગઝલ
Labels:
ભાવીન દેસાઈ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment