Wednesday, 19 April 2017

ગઝલ

તારા શ્ર્વાસોને મહેસુસ કર્યા કરું ,સ્પર્શી ના શકું,
તલભરની દૂરી નહિં શ્ર્વાસો કેમ ભરું , સ્પર્શી ના શકું.?

વાતો કરી દૂનિયા ભરની  મનમાં હતું કહિંના શકું
આંખો એ કરી ઇશારામાં વાતો  શરુ , સ્પર્શી ના શકું.?

અસહ્ય લાગે આ દૂરી તારા થી પાસ છતાં દૂર ?
તારી એક મુશ્કાન  પર હું મરું , સ્પર્શી ના શકું?

હાથ લંબાવવાની પણ જરુર નથી ટેરવા માણે ,
ખુશ્બુને શ્ર્વાસોમાં ભરું લાગણીમાં તરું ,સ્પર્શી ના શકું?

અંતરના ભાવોને ઉરમાં છુપાવ્યા કૈદ કર્યા ,
કાજલ સમજુ શાણી બની હવે ફરું ,સ્પર્શી ના શકું?

કાજલ
કિરણ પિયુષ શાહ
19/04/17

No comments:

Post a Comment