Wednesday, 19 April 2017

સોનેટ

*સોનેટ*
*(છંદ : શાર્દૂલવિક્રિડિત)*

જાતી રે વહને નિશા સુરજનાં, તેજો મહીં ઓગળી,
જાણે કે વિતતી જતી સપનની, મીઠી ઝડી ઓસરી,
હેલી રે શિશુની વહે રમતની, સ્થીતી કિશોરા મહીં,
જાણે જીવનનાં પછી ચરણમાં, પોતાપણું ઢાળતી,

આવે યૌવનનાં પડાવ શિખરે, સ્થીતી કિશોરા તણી,
જાણે કે રચતી જતી પ્રણયમાં, રે ત્યાગનાં રાસને,
ઝૂકે યૌવનનો ઘડો ધડપણે, યાદો રહે માનસે,
વાગોળે ભૂતકાળ કાળ લયમાં, વીત્યાં દિનો ના મળે,

કેવી રે રચના કરી કુદરતે, ચારે પડાવો મળ્યાં,
જાણે કે પ્રહરો વહે નિશદિને, એવી વહે જિંદગી,
વ્હેતાં નીર તણી ઘણી ખળખળે, તોફાનમાં ઝૂરતી,
ઝુરે ને બહતી જતી સતતતી, રે નામ છે જિંદગી,

પામીને પણ રે' અજાણ મનવા, લીલા બધી ઈશની,
જયારે રે સમજાય જાય સઘળું, થાતી પૂરી જિંદગી.

*- ભાવિન દેસાઈ 'અકલ્પિત'*

No comments:

Post a Comment