Tuesday, 25 April 2017

છંદ

*|| હોકાના દુહા ||*

હોકા રોકે હરખથી, મે'માનું સબ મર્દ
ફૂકે કાઢે ફટ્ટ દય, દલડાના ઈ દર્દ

દાઢી વાળા ડાયરે, બેઠેલો ઈ બીચ
વારા ફરતી વાજબી ,સરખી દેતો સિંચ

કો' મોંઘા કો' મોજના, રાજી કરતા રોજ
દાટ કરી દ્યે દખ તણો, બાળી નાખે બોજ

કો' મોંઘા કો' મોજના, ખોખારે હો' ખોજ
હાથ નાળ દ્યે હરખથી, તાણે મર્દા તોજ

મોજે શોકે માણવો, ખદડે સારા ખેદ
ભૂલવાડે ઈ ભલભલા, માણહના મતભેદ

પ્રિત પરાણે પાય, તજી નખાવે તરહ્યુ
ઠંડો હેમળ થાય, ધગધગતો ઈ ધારિયા

વખત ટાણે વિદાયના, તેરા કરવી તાય્ણ
રોકી નાખે રખડતા, રાજા જાણે રાય્ણ

પ્રાતા રાતા પ્હોરના, હડહડ પીધા હોકા
જણ તરહા સૌ જાગતા, જટ આણી દ્યે જોકા

તકિયા ઉપર ટેક દય, પગ માથે દય પગ
ઠસક ભલે મન ઠેકડા, રંગાવી દ્યે રગ

કેવાની જે કાનમાં, વદે જોરથી વાત
ગોતી શકે ન નાત, ધુહાડામાં ધારિયા

*- કવિ ધાર્મિકભા ગઢવી રચિત્*
9712422105

(હોકો ડાયરાની શાન ગણાતો, આજના હુક્કાબારની રીતનો કોઈ ઉલ્લેખ નથી, કોઈને વ્યસનમાં ધકેલવાનો ઉદેશ્ય નથી)

No comments:

Post a Comment