Tuesday, 25 April 2017

ગઝલ

શું હોય?!!
બૂમ  બરાડા  પાડી  પાડી  કે'વાનું  શું  હોય?!!
ખોટે  ખોટું   તાણી  તોડી  રે'વાનું  શું  હોય?!!

હોય  ઘડાવું   નૂતન   ઘાટે  ઠરવાનું શું હોય?!!
પડે   હથોડાં  ઘણ  કેરાં તો ડરવાનું શું હોય?!!

ચૂકી જવાય નિશાન કદી તો રડવાનું શું હોય?!!
ખોવાઈ જવાનું શ્રમમેળામાં જડવાનું શું હોય?!!

ઉકેલ  આવે  ચર્ચાથી તો  લડવાનું  શું  હોય?!!
ફેંકે  કોઈ   પડકાર  પાછાં  પડવાનું  શું હોય?!!

ઓળંગે  કોઈ  મર્યાદા તો સહેવાનું  શું હોય?!!
કરો  પ્રતિકાર  ગર્વથી  ચૂપ રહેવાનું શું હોય?!!

જગ  કરે  છો  નિંદા  કાને  ધરવાનું શું હોય?!!
ધસતાં  રહો  આગે  'સંગી' મરવાનું શું હોય?!!
          - સંજય બાપોદરિયા'સંગી'
             મોરબી

No comments:

Post a Comment