યાદ તારી બધે જયાં અગાડી હતી,
માધવે વાંસળી ત્યાં વગાડી હતી.
કેમ આવે નહીં ઉંઘ સારી મને,
ઓઢવા 'મા' તમારી જ સાડી હતી.
આગ લાગી નશેનશ મહી કેમ કે,
એક જ્વાળામુખી મેં ગમાડી હતી.
મેં કર્યા જતન ઊંચાઈ પર પ્હોચવા,
હુ ગયો જયાં બધે ત્યાં જ ખાડી હતી.
ક્યાં રહું છું હું એકાંતમાં એકલો,
યાદમાં રાત તારી જગાડી હતી.
બોલ "જયલા" થશે કેમ તારું ભલું,
ઠેસ એને તમે પણ લગાડી હતી.
@ જયેશ પ્રજાપતિ
No comments:
Post a Comment