Tuesday, 25 April 2017

ગઝલ

આપણાંનું આપણી સાથે જ ખેલી જવું,
કેટલું મુશ્કેલ છે આ જખમ ઝેલી જવું.

આહલાદક હોય જે એ યાદ રાખો સદા,
હોય જે કડવું બધું એ સાવ ભૂલી જવું.

થાય શું મજબુર માણસથી વધારે પછી,
ભાગ્યમાં જે હોય તે બસ સતત ઝેલી જવું.

સાવ પડદામાં રહ્યાં "જયલા" સદા તોય શું?
મેં નિહાળ્યું કાચ સામે જાત ખુલી જવું.

જિંદગીમાં ભૂલ કોઈ થાય તો, થાય શું ?
જાત સામે એ બધું "જયલા" કબૂલી જવું.
                     @@@ "જયલા"

No comments:

Post a Comment