Tuesday, 25 April 2017

ગઝલ

મન પંખીને   પાંખો જયલા,
કર્મફળને છે આંખો જયલા.

આ  જીવનના  કોળિયા  ને,
રામ ચખાવે ચાખો જયલા.

બાહર બાહર ધોળી નાખ્યું,
ભીતર સ્વચ્છ રાખો જયલા.

વાતોનું     થાશે     વતેસર,
મનનું મનમાં રાખો જયલા.

કૈં આવ્યાં કૈં ગ્યાં ધરતી પર,
તારા જેવા લાખો જયલા.

@      જયલા

No comments:

Post a Comment