Tuesday, 25 April 2017

ગઝલ

કદી સાંજ ને હું સવારે થયો છું,
હતો જેવો અંદર બહારે થયો છું.

પ્રસંગો ખુશીના જ ઓછાં રહ્યાં છે,
દુઃખોમાં સદા હું મીનારે રહ્યો છું.

કદી પાંચસો કે હજારો હતા ક્યાં?
છતા બેંક ની પણ કતારે થયો છું.

હવે નામ મારૂ બધાં ઓળખે છે,
હું બદનામ પણ ભર બજારે થયો છું.

કિસ્સા પ્રણયમાં ક્યાં વધારે થયા છે?
હતો એક ને તોય ભારે થયો છું.

     @જયેશ પ્રજાપતિ

No comments:

Post a Comment