Wednesday, 19 April 2017

ગીત

*ગીત*
*સપનાંઓને પાંખો*

મારે વિચારોને વાચા ધરવી છે,
મારે સપનાંઓને પાંખો અર્પવી છે......

ભલે પથમાં હોય કંટક હજાર,
ભલે રાત હોય કે હોય સવાર,
મારે દુનિયાની ખેડ કરવી છે,
મારે સપનાંઓને પાંખો અર્પવી છે.......

જગત આ ઝાંઝવા કેરું જળ,
કામ આવશે બસ કાંડાનું બળ,
આશાના તણખલે દુનિયા તરવી છે
મારે સપનાઓને પાંખો અર્પવી છે......

જિંદગી મારી સૂકું રણ,
તેમાં આવ્યા છે દુખોના ધણ,
મારાં જીવનમાં 'ફિઝા'ભરવી છે,
મારે સપનાંઓને પાંખો અર્પવી છે.....

મારે વિચારોને વાચા ધરવી છે,
મારે સપનાંઓને પાંખો અર્પવી છે......

કાજલ કાંજિયા 'ફિઝા'
19/4/2017

No comments:

Post a Comment