નથી મળ્યા...
માનવ મને ભાવો જગાડે, જંતર નથી મળ્યા..*
દિલમાં ભરે જે પ્રેમ એ મંતર નથી મળ્યા...
બોદો બન્યો માનવ હવે ક્યાં સ્થિરતા જડે..?
જો પ્રેમની ફેલી ખુશ્બુ, અત્તર નથી મળ્યા..
લાખો મળ્યા લાખો મળીને ચાલતા થયા...
એકજ હતા એથી હવે બત્તર નથી મળ્યા...
દુરથી જ મળતા ને મળીશું આમ આ ભવે..
કો'દી હ્રદયને માપતા, અંતર નથી મળ્યા...
દુશ્મનો મળ્યા દોસ્તો મળ્યા આમ જગતે હવે..
દિલ તોડનારા કોઇદી કટ્ટર નથી મળ્યા...jn
No comments:
Post a Comment