Sunday, 9 April 2017

ગઝલ

જાતથી ઓળખાઈ જાવ નહીં,
હોય એવા કળાઈ જાવ નહીં.

હું તો ચંદન સમાન છું,માન્યું,
સર્પ થઈ વીંટળાઈ જાવ નહીં.

આંખમાં સૌની માપપટ્ટી છે,
સૌની સામે મપાઈ જાવ નહીં!!

નાની અમથી ગઝલ લખી 'પ્રત્યક્ષ',
આપ એમાં છવાઈ જાવ નહીં!!

રવિ દવે 'પ્રત્યક્ષ'

No comments:

Post a Comment