Sunday, 9 April 2017

ગઝલ

##નગર ચર્ચા થઇ ગઇ##

એમને જોયા નગર ચર્ચા થઈ ગઈ,
માત્ર એ હસ્યા;નગર ચર્ચા થઈ ગઈ,

આજ કાગળ જેમ ઉડતા ચો તરફે,
શબ્દ થઇ સર્યા; નગર ચર્ચા થઈ ગઈ,

લાગણી કોરી પડી તો તારે શું?
આંખથી વહ્યા;નગર ચર્ચા  ગઈ,

સાવ સાચી વાત મારી, પણ ખોટી!
જૂઠ છે બોલ્યા નગર ચર્ચા થઈ ગઈ,

રોજ સપને છે મળે ને આજે,એ
રૂબરૂ મળ્યા નગર ચર્ચા થઈ ગઇ

-સંદીપ ભાટીયા"કવિ"

No comments:

Post a Comment