Sunday, 9 April 2017

ગઝલ

જો તું બને મધુશાલા નશાની શી જરૂર,
મળે તારો જ સહવાસ કશાની શી જરૂર.

તારી આંખોમાં નશો બની જામ ભરતી રહું,
તારી મહેફિલમાં હવે  પ્યાસા ની શી જરૂર.

નવાબી ઠાઠમાં જીવીએ પ્રેમમાં આપણે હવે,
ઉપહાસ કરે ભલે દુનિયા ખુલાસાની શી જરૂર.

વિલાસી બની રખડું છું હું તો બેફામ જગમાં
મનમાં ઉઠે વંટોળ પણ નિસાસાની શી જરૂર.

દુવાઓમાં માંગી છે "યશવી" તને હવે રબ પાસે
ઈબાદત કરીશ તારી હવે દિલાસાની શી જરૂર......

રૂપાલી ચોકસી "યશવી"

No comments:

Post a Comment