*|| વિગ્રહ ||*
*(ગઝલ)*
જ્યા જંગની જ્વાલા જલે લખતા અમે
શ્રીંગારને કર ના ભલે લખતા અમે
કલમો તમારી પાંખનું પીછું હશે
શમશેર ખુલ્લી જ્યા મળે લખતા અમે
સ્યાહી તમારી હોય આસું આંખના
રુધીર વીરોનાં ઢળે લખતા અમે
વામા તણા ગુણગાન ગાશો વાંચશો
વીરો વસેલા આ ગળે લખતા અમે
દર્દો નથી જેને તમે દર્દો કહો
વિંધાય આંતરડા થળે લખતા અમે
કેવલ તમારો પ્રેમ બિંદુ એક છે
વીરો હજારો હર ચળે લખતા અમે
કાવ્યો પ્રણયના દર્દના સો લાવજો
અથડાવજો બસ એ પળે લખતા અમે
- *કવિ ધાર્મિકભા ગઢવી*
No comments:
Post a Comment