Wednesday, 5 April 2017

ગઝલ

વ્હાલું  બનીને  કોઇ તો  દિલમાં  વસેલું  હોય છે,
શ્વાસો મહી હા ,   યાદનું ચંદન   ઘસેલું   હોયછે.

જો બ્હાર  જ્યારે આવશે આસું પછી , ઓ જિંદગી !
આંખો  તણી એ    છીપનું  મોતી  બનેલું  હોય છે.

એકા'દ જણ  આવી  હ્યદયમાં સ્થાન જો સ્થાપી જશે !
એને પછી તો આ જગત આખું ગમેલું   હોય છે.

બે ચાર આપી  શકે તો   આપજે તારા   સ્મરણ,
આ   જિંદગીને   જીવવાનું  ક્યાં સહેલું  હોય છે ?

ને કોણ ક્યારે છળ કરીને જાય છે આંખો સમક્ષ,
વિસ્મય બધુ કોઈ કપાળે  ક્યાં  લખેલું  હોય છે.

શૈલેશ ચૌહાણ " વિસ્મય "

No comments:

Post a Comment