Wednesday, 5 April 2017

ગઝલ

પ્રેમમાં શું હોય! બધું અનહદ હોય
નજર માં જાદુ ને ખુમારી બેહદ હોય

રુપ રંગ કે અન્ય ની ના વિસાત હોય
દિલ ને દિલદારીની અસ્કયામત હોય

સ્થળકાળ કે ના સમયની પાબંધી હોય
જ્યાં ના દુનિયાદારીની નજરબંધી હોય

ના સવાલ જવાબ કે પૂછપરછ હોય
સહજ સમજદારી અરસપરસ હોય

ધારો કાયદો શર્ત સઘળાં એમ જ હોય
જ્યાં ન્યોછાવર હર શ્વાસ સપ્રેમ હોય

માના વ્યાસ

No comments:

Post a Comment