ગાલગાગા ગાલગાગા ગાલગા
શૂન્યથી સર્જાઈ જાઓ, તો ખરા
ને પછી વખણાઈ જાઓ ,તો ખરા
એક માથે એક આવે અગવડો
તોય ના વિખરાઈ જાઓ,તો ખરા
જોઇએ ઓળખ અડીખમ એટલી
જાતને પરખાઈ જાઓ, તો ખરા
પ્રેમ કયાં છે પામવા કાજે ભલા
એ મહીં ખર્ચાઈ જાઓ , તો ખરા
આબરૂ રાખો ગઝલની સૌપ્રથમ
બાદમાં ચર્ચાઈ જાઓ, તો ખરા.
~shabnam
No comments:
Post a Comment