પાનખરમાં ખરીને બસ વિખેરાયો
વાયરા સંગ ઉડીને સમેટાયો.
જીંદગીભર રહ્યો હું ભેગું કરવા વ્યસ્ત;
જાણ્યું ના કેટલો ! ખુદમાં વહેંચાયો.
બ્હાર નિકળવું સઘળું વ્યર્થ થઈ ગયું'તું
કોશિશોમાં વધુ ભીતર ધકેલાયો
પાત્ર કોઈ હદય જેવું હતું સર્જક
એટલે હું વહી ત્યાં સાવ ઢોળાયો
-સર્જક
No comments:
Post a Comment