Monday, 17 April 2017

ગઝલ

*ગઝલ*
દિન ઊગે ને  ફરમાનો   નીકળે,
લૈ સંધ્યા-ઓથ જમાનો નીકળે.

સમજીએ  છીએ જેને આપણાં,
એ   પાછળથી  હેવાનો  નીકળે.

ના  પૂછપરછ ના કોઈ  માહિતી,
એવાં  સ્વજનો  દરવાનો  નીકળે.

ભૂલાવી   ખટરાગ  કરે   બંધુતા,
મ્હારે  વતન  દયાવાનો    નીકળે.

આપું  શું તમને ખુદ જ ફકીર છું,
ચાલે  જો  કલમ ખજાનો નીકળે.

થાય ધરાશાયી અસત્ય તણો દુર્ગ,
જો   મારી હાક  જવાનો   નીકળે.

સત્યના  પંથે  ચાલેલાં   શ્વાસમાં,
દફન  થયેલાં  અરમાનો   નીકળે.

છે તમન્ના એક જ 'સંગી'દિલ મહીં
પાડોશી   એક    મજાનો   નીકળે.

      - સંજય બાપોદરિયા 'સંગી'
       

No comments:

Post a Comment