સંસ્કારની જ પાલખી ઉઠાવીનૅ ચાલીઍ
ફરમાન ફુલનું મ્હૅક ફરમાવી ચાલીઍ
આકાશ વાંચતા રહી, રંગૉ પિછાણીઍ
નૅ ચાલવાના છૉ, નજર ઝુકાવી ચાલીઍ
અજવાળું આપીઍ તિમિરની રાહ, રાહનૅ
આ હાથનૅ મશાલ-શૉ સળગાવી ચાલીઍ
તડકૅય સ્વપ્ન ચાંદનીના સૅવતા રહી
સુરજનૅ ભર બપ્પૉરમાં શરમાવી ચાલીઍ
ચાલૉ કૅ ચાલીઍ હવૅ, બૅઠાં અહીં ઘણું
ગુબારમાં ગુલાલનૅ ઉડાવી ચાલીઍ
સૈયદ શકીલ
No comments:
Post a Comment