Wednesday, 5 April 2017

ગઝલ

હું અહીં છું એનું જેને ભાન છે
મારે માટે એ બધા ભગવાન છે

ઝૂંપડી જેની હતી બહુ જર્જરિત
આંખ એની ખૂબ આલિશાન છે

સાચવું છું એક રેખા મોતની !
હાથમાં બહુ કિંમતી સામાન છે

ખાંડની બોરીમાં થઈ ગઈ કેદ એ
એક કીડી કેટલી ધનવાન છે !

તોય આંજી નાંખતી એની ચમક
આમ પરપોટો ભલે વેરાન છે

-ભાવેશ ભટ્ટ 

No comments:

Post a Comment