ઈચ્છા હો તો પડખું જન્મે ,
પડ્યા રહો તો મડદું જન્મે .
થાકેલા માણસના મનમાં ,
સપનું કાયમ જબરું જન્મે !
મનમાં તો બસ સપનું જન્મે ,
ડગલામાંથી પગલું જન્મે .
છેક ગર્ભથી શ્રીમંત હો જે ,
એ બાળક પણ રડતું જન્મે .
'મધુ' વધુ શું કહે ' મા ' વિષે ?
બાળક પહેલાં ઝભલું જન્મે .
🌹 મધુસૂદન પટેલ 'મધુ' .🌹
No comments:
Post a Comment