Wednesday, 5 April 2017

અછાંદસ

*અછાંદસ*
*શીર્ષક -સુખ નો સુરજ*

મારી હથેળી માં સમાયું વિશ્વ મારું ,
વેઠા એ ગણાય દિવસો.
મારી તર્જની પકડી પા પા પગલી કરશે.
વાત વાત માં અંગૂઠો બતાવી ..
ડીંગો ડીંગો કરશે..
ચાંદ સુરજ મારે આંગણે રમશે..
અનામિકા........ છે તું ...
છાયા તું મારી......
મારું જ પ્રતિબિંબ ..
મારો અંશ ..મારો વંશ ..
પુત્ર કે પુત્રી ..
મારા સુખનો સુરજ..
આશા ઉમંગને જીવનનું પ્રતિક
જિંદગીની દૌડપકડમાં
વેંત છેટુ જ રહ્યું સુખ ...
તારા  આગમને બેસી ગયું ..
મારી આંગળીઓના ટેરવે...
'કાજલ' આજ અંગૂઠો બતાવી ..
કરે છે હર્ષ નાદ...
સમાયું મારુ વિશ્વ મારી બે હથેળીઓ માં..

"કાજલ"
કિરણ પિયુષ શાહ
31/03/17

No comments:

Post a Comment