એકલતાના આનંદે : કાવ્ય . શૌર્ય.
તું મને ‘ના’ પણ કહે,તો શો ફેર પડવાનો,
હું નથી કોઈને નડ્યો , તે તને નડવાનો,
જીંદગી નાની એમાં, હું જલસાથી જીવું છુ,
હું નથી સિકંદર, કે દુનિયા સાથે લઢવાનો,
તું સત્ય કહીશ જો , તો મને વધારે ગમશે,
બાકી મને શોખ નથી,ઊંડી ખીણે પડવાનો,
બહાના બનાવી, તું મને છોડી જઈશ તો શું?
ધીરજ સાથે મોજથી,હું આ જિંદગી ઘડવાનો,
તું કોઈની થઇ જઈશ તે દિ’ આવીશ હું જોવા,
ને આવશે ચોમાસું,મસ્તીથી એમાં પલડવાનો,
એકલો થઇ જવ ને,દુઃખથી અળગો થઇ જવ,
સમય તો ના આવે,એકલા એકલા બબડવાનો,
શૌર્ય પરમાર.
Wednesday, 5 April 2017
ગઝલ
Labels:
શૌર્ય
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment