Wednesday, 5 April 2017

ગઝલ

જેમણે તારા ઉપર છાંયો કર્યો છે,
એમના પર તે જ તો તડકો કર્યો છે.

વૃક્ષ કોઈ જ્યાં સલામત ના જણાયું,
પંખીએ તેથી ઘરે માળો કર્યો છે.

મેં ફકત તણખો જ મુક્યો'તો જરા,ને-
તેં હવા આપી અને ભડકો કર્યો છે.

રોટલી એક જ બચી ને દીકરા બે,
માએ એમાંથી જ એક ટૂકડો કર્યો છે.

આજ ઈશ્વર મારી ઈચ્છા પૂરી કર તું,
એકસો ને એકનો ફાળો કર્યો છે.

રવિ દવે 'પ્રત્યક્ષ'

No comments:

Post a Comment