ભર ઉનાળે હું જ તરડાઈ ગયો,
આભ વરસ્યું પ્રેમ ,સંધાઈ ગયો.
હર વખત લાગી નજરમાં કૈદ હું ,
જીવ અહિ મારો જ રુંધાઈ ગયો.
લાલચે તોળાય માણસ રોડ પર,
આમ,સસ્તાં માં એ વેંચાઈ ગયો.
હા,સગા તો સ્વાર્થના હોય જ બધાં,
પારકાં સ્નેહે હું બંધાઈ ગયો.
નીકળી એ બેવફા જો હર જનમ,
મિત્ર મારો આમ છેત્રાઈ ગયો.
રોજ મળતી શ્યામને હું સ્વપ્નમાં,
જીવ મારો શીવ કેવાઈ ગયો.
પ્રેમથી જોયા હતાં એને જ ને..,
હેતનો કંસાર રંધાઈ ગયો.
નીત નવલાં ભારણો લઈ હાથમાં,
આગમાં એ જીવ હોમાઈ ગયો.
શ્વાસ પૂરા અહિ ભલેને થૈ હવે!,
આ જનમ મારો જ જીવાઈ ગયો .
કાજલ કાંજિયા 'ફિઝા'
24/1/2017
No comments:
Post a Comment