Sunday, 9 April 2017

ગઝલ

ગઝલ - હવે

શ્વાસ પણ કાચ લાગે હવે
ઝેરથી જીવ આવે હવે

પાંખ એની કપાણી છતાં
આખું આકાશ જોશે હવે

જાદુ છે છાંયડામાં જરા
ન્યુટન થવા ગયાને હવે

ઓરડો જોરથીને રડે
લાશ મારી બળે છે હવે

દીવડો બોલવામાં ડરે
એ છબી પણ રડે છે હવે

રહીશ

No comments:

Post a Comment