Sunday, 9 April 2017

ગઝલ

આપો મને એકાદ ક્ષણ જીવી શકું
મારા વિના માંરા લક્ષણ જીવી શકું

ઈચ્છા હરણને આ જગત છે ઝાંઝવા
મારો સકળ સંસાર રણ જીવી શકું

આ મૌત નું કારણ મને મળ્યું નથી
બાકી હજુ જીવન ત્રણ જીવી શકું

કરવા નથી ઉપચાર માંરે પ્રેમના
દિલ માં દરદ ને હું ય પણ જીવી શકું

જો આયખું આખું નયન માં કૈદ છે
"ઇશ" દે સભર એવું સ્મરણ જીવી શકું

ઇશ
સતીષ નાકરાણી
સાવર કુંડલા

No comments:

Post a Comment